મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં ૯૮ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













મોરબીમાં ૯૮ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના યુવાન સાથે ૯૮ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જેની મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો જે આરોપીએ વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને ડીસ્ટ્રકટ કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.

મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ફરિયાદીની હક્કિત એવી હતી કેઆરોપી વોટસએપ નંબર ૯૯૩૬૯૫૫૭૧૬ વાળાએ ફરીયાદી સાથે ફરીયાદીના મોબાઈલમાં વોટસએપ મેસેજ કરી ફરીયાદીને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી હતી અને ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવીને ફરીયાદી અવારનવાર વોટસએપ ચેટ દ્વારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય અને ફરીયાદીને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ફરીયાદીના વોટસએપમાં મોકલી હોય અને ફરીયાદીને ૯૮,૦૦,૦૦૦ ડીલરને એડવાન્સ પેમેનટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી જેથી ફરીયાદીએ યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ માં ૯૮,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ. દ્વારા મોકલી આપેલ હતા અને ફરીયાદીએ આ શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદીને કોઈ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી જેથી ફરીયાદીને જાણવા મળેલ કે આરોપી મોબાઈલ નંબર ૯૯૩૬૯૫૫૭૧૬ તથા યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ખાતાધારકે મળી ગુનાહીત કાવતરુ રચી તેની સાથે ૯૮,૦૦,૦૦૦ ની વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે.

આ કેસમાં પકડાયેલ આરોપીના જામીન માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ તરીકે જે.ડી.અગેચાણીયા રોકાયેલ હતા અને તેને એવી દલીલ કરી હતી કેઆરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અરજદાર/આરોપી કોઈ ગુનાહીત ઈતીહાસ ધરાવતા નથી. અરજદાર/આરોપીને જેલમાં રહેવું પડે તો તેમના પરીવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. ફોજદારી ન્યાયશાસ્ત્રમાં "જામીન એ નિયમ અને જેલ એ અપવાદ છે.તે સિધ્ધાંત સાથે વ્યકિત સ્વતંત્રતાનો સિધ્ધાંત તેમજ સુપ્રિમ કોર્ટના સંજયચંદા વિ. સી.બી.આઈ.૨૦૧૨ (૧)એસ.સી.સી. ૪૦ તેમજ સત્યંન્દ્ર અંટીલ વિરુધ્ધ સી.બી.આઈ. ના કેસના ચુકાદામાં પ્રતિપાદીત કરેલ સિધ્ધાંત ધ્યાને લઈ જામીન પર મુકત કરવા દલીલ કરી હતી આમ બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષના એડવોકેટ જે.ડી.અગેચાણીયા દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાઆર.ડી.ચાવડા (રવિ ચાવડા)કુલદીપ ઝીઝુંવાડીયાઆરતી પંચાસરાક્રિષ્ના જારીયામહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






Latest News