મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE



































વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાની બાજુમાં પાણીના તલાવડામાં યુવાન ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવીને તેના મૃતદેહ બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ગઈ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલ રાતાવિરડા ગામની સીમા આવેલ લોનિક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુસંગ ભવાનસંગ ખાટ (44) નામનો યુવાન કારખાનાની બાજુમાં આવેલ પાણીના તલાવડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેહને લઈ જવામાં આવેલ છે આ બનાવની જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (44)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News