મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 413 એમસીએફટી પાણી છોડ્યું


SHARE



































મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 431 એમસીએફટી પાણી છોડ્યું

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામા આવી રહી છે જેથી કરીને ડેમમાં રહેલ પાણીને ખાલી કરવા માટે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે દરવાજાને 41 કલાક સુધી ખુલ્લા રાખીને ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને હવે તે દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે.

મોરબીના મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા ગત વર્ષે બદલાવવામાં આવેલ છે અને બાકીના 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેથી તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કુલ મળીને 41 કલાક સુધી દરવાજાઓને ખુલ્લા રાખીને આ ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ છે જો કે, મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાએ હાલમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ડેમના જે દરવાજાને પાણી ખાલી કરવા માટે ખોલવામાં આવ્યા હતા તેને સવારે આજે 9:30 કલાકે બંધ કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના મચ્છુ-2 ડેમમાં 16.77 ટકા પાણી ભરેલ છે જેથી આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પીવા માટેનું પાણી મળી રહેશે.

ડેમના દરવાજા ખોલવાથી ખેડૂતો-અબોલ જીવને ફાયદો

મચ્છુ-2 ડેમમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવ્યું તે પાણી દરિયામાં વેડફાઇ તે પહેલા મચ્છુ-2 ડેમથી લઈને દરિયા સુધીના નદીના પટમાં આવેલ એક કે બે નહીં નવ જેટલા ચેકડેમો ભાર ઉનાળે ભરાઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તેમાંથી મળી રહેશે. અને આટલું જ નહીં મચ્છુ-3 ડેમમાંથી કેનાલ મારફતે પાણીને માળિયા તાલુકાના મોટાભેલા, નવાગામ અને સરવડ સુધી પહોચડવામાં આવેલ છે જેથી કરીને અબોલજીવને પીવા માટે અને ગામના લોકોને વપરાશ માટે મચ્છુનું પાણી કામ આવશે.


















Latest News