મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેને કરેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને હુમલો: આધેડ અને તેના પત્ની, પુત્ર અને પુત્રવધુને 11 લોકોએ મારમાર્યો


SHARE





મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેને કરેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને હુમલો: આધેડ અને તેના પત્ની, પુત્ર અને પુત્રવધુને 11 લોકોએ મારમાર્યો

મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને ગામની ત્રણ મહિલા સહિત કુલ મળીને 11 લોકોએ માર માર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી કરીને આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા અને ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઇ લાભુભાઇ સુરેલા, મેહુલભાઇ લાભુભાઇ થરેસા, અનિલભાઇ દિલીપભાઇ, અરવીંદભાઇ દિલીપભાઇ, રાકેશભાઇ દિલીપભાઇ, વિજયભાઇ રામસુરભાઇ, રમેશભાઇ રામસુરભાઇ, મહેશભાઈ ભીમજીભાઈ, મનસુખભાઇના પત્નિ, દિલિપભાઇ લાભુભાઇના પત્નિ અને પ્રવિણભાઇ ભીમજીભાઇના પત્નિ રહે. બધા સોખડા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરેલ હતી જેનો ખાર રાખીને મનસુખભાઇ લાભુભાઇ સુરેલા તથા મેહુલભાઇ લાભુભાઇ થરેસાફરીયાદીને ઉભા રાખીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને જાતી પ્રત્યે અપમાનીતકર્યા હતા અને ત્યાર બાદ અનિલભાઇ દિલીપભાઇએ લાકડાના ધોકા વડે માર મારી ડાબા પગે ધુટણ નીચે ઈજા કરી હતી તેમજ સાહેદ વસંતભાઈ રમેશભાઇને મનસુખભાઇ લાભુભાઇ સુરેલા તથા મેહુલભાઇ લાભુભાઇ થરેસાલાકડાના ધોકા વડે ડાબા પગના ઘુટણના ભાગમા માર મારી ઈજા કરી હતી અને ફરિયાદીના દિકરા પ્રકાશભાઈને મહેશભાઈ ભીમજીભાઈએ પકડી રાખીને વિજયભાઇ રામસુરભાઇએ માથાના ભાગે તથા જમણા પગના ઘુટણના ભાગે તથા ડાબા ખભાના ભાગે તથા ડાબા હાથ ની કોણી ઉપર લોખંડની ટામી મારી ઈજાઓ કરી હતી અને મનસુખભાઇ લાભુભાઇ સુરેલાએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીના પત્ની મુરીબેનને તથા ફરીયાદીના પુત્ર વધુ ધારાબેન ત્રણ મહિલાઓ દ્વારા લાકડીઓ વડે મારમારી મુંઢ ઇજાઓ કરવામાં આવી હતી અને મનસુખભાઇ લાભુભાઇ સુરેલાએ ફરીયાદીના શર્ટના ખીસ્સામાંથી ઓપો કંપનીનો મોબાઇલ તથા રોકડા રૂપિયા આશરે પાચેક હજાર લઇ લીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ- ૩૦૪(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ‌) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News