મોરબી અને હળવદ તાલુકામાંથી દારૂની નાની-મોટી 43 બોટલ સાથે બે પકડાયા
ટંકારામાં ઓવરબ્રિજના છેડા પાસે બે ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ !: રાજકોટથી માતાના મઢ દર્શને જતાં બે યુવાન સારવારમાં
SHARE








ટંકારામાં ઓવરબ્રિજના છેડા પાસે બે ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ !: રાજકોટથી માતાના મઢ દર્શને જતાં સમયે ઇજા પામેલા બે યુવાન સારવારમાં
ટંકારા નગરનાકા પાસે લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડા નજીકથી યુવાન પોતાની સ્વિફ્ટ ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે ટ્રકને બ્રેક કરી હતી જેથી યુવાને તેની કારને ધીમી કરતાં પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે તે કારમાં પોતાનું વાહન ધડાકાભેર અથડાવ્યૂ હતું જેથી બે ટ્રકની વચ્ચે કાર દબાઈ ગઈ હતી અને કારમાં બેઠેલા યુવાને સાહિત બે વ્યક્તિઓને નાના મોટી ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ગાયકવાડી શેરી નં-2 ગજાનંદ એપાર્ટમેન્ટ સામે બંધ શેરીમાં હિતેશભાઈ પ્રકાશભાઈ ગેરા (30) નામના યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એટી 9078 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા નગરનાકા પાસે લતીપર ચોકડીના ઓવરબ્રિજ ઉપરથી તે પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 એનકે 3762 લઈને પસાર થઈ રહ્યો હતો અને ત્યારે તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં બેઠેલા હતી અને તેઓ માતાના મઢ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન ઓવરબ્રિજ ઉતરતા આગળના ભાગે જઈ રહેલ ટ્રકના ચાલકે પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી ફરિયાદીએ પોતાની ગાડીને ધીમી કરી હતી ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે ધડાકાભેર તેનું વાહન સ્વિફ્ટ ગાડીમાં પાછળના ભાગે અથડાવ્યું હતું જેથી બે ટ્રકની વચ્ચે ગાડી દબાઈ જવાના કારણે ફરિયાદી યુવાન તથા તેની સાથે ગાડીમાં બેઠેલ વ્યક્તિને નાના મોટી ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી અને અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ નાગનાથ શેરીમાં રહેતા જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા (19) એ હાલમાં ટાટા કંપનીનું કન્ટેનર નંબર જીજે 12 બીએકસ 2038 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ટંકારા લતીપર હાઇવે રોડ ઉપર હીરાપર ગામના પાટીયા પાસે દર્શન કાંટા સામેથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 6204 લઈને પસાર થઈ રહયો હતો ત્યારે આરોપીએ ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા પગના પંજાના ભાગે ફેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

