ગોલાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી: મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડે મહિલા અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE








ગોલાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી: મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડે મહિલા અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર જશુભાઈ ગોલાવાળાના નામથી દુકાન ધરાવતા વેપારીને ત્યાં ગ્રાહકો આવતા હતા અને ત્યાં બાજુમાં જ ગોલાનો ધંધો કરતા અન્ય વેપારીને ત્યાં ગ્રાહકો આવતા ન હતા જેથી તેનો ધંધો ચાલતો ન હતો જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા વેપારીને ઢીકાપાટુનો માર મરવામાં આવેલ હતો અને તેને બચાવવા માટે વચ્ચે પડેલ આધેડની બહેનને માથાના ભાગે ખુરશી મારીને ઇજા કરી હતી અને જો દુકાન ખોલશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલની બાજુમાં શિવમ પેલેસ બ્લોક નં- 305 માં રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા (50) અને પ્રફુલભાઇ પ્રભુલાલ પંડ્યા (63) ને મારામારીમાં ઇજા થતાં સારવારમાં લઈ જવાયા હતા.બાદમાં ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશનભાઇ ભરતભાઈ ભરવાડ, નિલેશભાઈ ભરતભાઈ ભરવાડ અને બાબુભાઈ ભરવાડ રહે, બધા મોચી ચોક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ભાઈની મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર જશુભાઈ ગોલાવાળા નામની દુકાન આવેલ છે અને ત્યાં વધારે ગ્રાહકો આવતા હતા જોકે આરોપીઓ પણ ત્યાં ગોલાનો ધંધો કરતા હોય તેઓને ત્યાં ગ્રાહકો આવતા ન હતા જે બાબતનો ખાર રાખીને આરોપી કિશનભાઇ ભરવાડ તથા બાબુભાઈ ભરવાડે ફરિયાદીના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે ફરિયાદી મહિલા તેને છોડાવવા માટે થઈને વચ્ચે પડતા તેને નિલેશભાઈ ભરવાડે માથાના ભાગે ખુરશી મારી હતી જેથી મહિલાને લોહી નીકળવા લાગ્યું હતું અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી મહિલા અને તેના ભાઈને દુકાન ખોલશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

