મોરબી નજીક રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી અને હળવદ તાલુકામાંથી દારૂની નાની-મોટી 43 બોટલ સાથે બે પકડાયા
SHARE








મોરબી અને હળવદ તાલુકામાંથી દારૂની નાની-મોટી 43 બોટલ સાથે બે પકડાયા
મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં જાહેરમાં તેમજ હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામના પાટીયા પાસે દુકાનમા દારૂની રેડ કરી હતી ત્યારે પોલીસે દારૂની નાની મોટી કુલ મળીને 43 બોટલ કબજે કરી હતી અને બે શખ્સોને પકડ્યા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળના ભાગમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 36 બોટલો મળી આવતા પોલીસે 24,696 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા (37) રહે, ઘૂટું ગામની સીમ રામનગરી ગ્રીન પાર્ક સોસાયટી, મોરબી મૂળ રહે. રાપર હનુમાન મંદિર પાસે પાવર હાઉસની બાજુમાં રાપર કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
7 બોટલ દારૂ
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના પાટીયા પાસે કલ્પેશભાઈ અઘારાની કબજા વાળી દુકાન આવેલ છે ત્યાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની સાત બોટલો દુકાનમાંથી મળી આવી હતી જેથી પોલીસે 700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ જયંતીભાઈ અઘારા (35) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળા ની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
અડધી બોટલ દારૂ
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી આગળ નાની કેનાલ રોડ ઉપર પચ્ચીસ વારીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની અડધી ભરેલી એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શ્રીપાલસિંહ દિલાવરસિંહ ઝાલા (38) રહે. શક્તિ માતાજીના મંદિર પાસે સનાળા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
દેશી દારૂનો આથો
વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ઝરીયા મહાદેવ વાળા રસ્તા ઉપર કિશનભાઇ જરવરીયાની વાડી પાસે વોકળામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો તથા ૫૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી 12,500 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી કિશનભાઇ દિનેશભાઈ જરવરીયા (23) તથા વિમલભાઈ રસિકભાઈ જરવરીયા (19) રહે બંને તરકિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન ભાવનાબેન ચોથાભાઈ જરવરીયા (38) રહે. તરકીયા તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

