મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટીમાં બેંકના લોન રિકવરી અધિકારી સહિત ત્રણ કર્મચારી ઉપર બે મહિલા સહિત 10 શખ્સોનો હુમલો


SHARE















વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટીમાં બેંકના લોન રિકવરી અધિકારી સહિત ત્રણ કર્મચારી ઉપર બે મહિલા સહિત 10 શખ્સોનો હુમલો

વાંકાનેરના લક્ષ્મીપરા સોસાયટી વિસ્તારમાં મામલતદાર સ્થળ ઉપર ફેન્સીંગ દૂર કરાવતા હતા. ત્યારે બેંકના લોન રિકવરી અધિકારી સહિતના કર્મચારીઓ ત્યાં ગયા હતા ત્યારે સામે વાળા ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી અને કાતર વગેરે જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. અને લોનના રિકવરી અધિકારી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ગળાના ભાગે ઇજા કરી હતી અને શર્ટ ફાડી નાખ્યો હતો તથા સાહેનો મોબાઇલ જુટવી લીધો હતો જેથી આ બનાવ સંદર્ભે બેંકના લોન રિકવરી અધિકારી દ્વારા બે મહિલા સહિત 10 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના દિવાનપરા અમીના 6/4 ખાતે રહેતા આબિદભાઈ નૂદ્દીનભાઈ ભારમલ (68)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઇ અલીભાઈ અમરેલીયા, તૌફીક ઇસુબભાઇ અમરેલીયા, ફૈજાન હનીફભાઇ અમરેલીયા, વસીમભાઇ અબાભાઇ અમરેલીયા, તૌસીફ હુશેન અમરેલીયા, તનવીર બાબાભાઇ અમરેલીયા, મસીરાબેન તૈસીફભાઇ અમરેલીયા, જમીલાબેન હુશેનભાઇ અમરેલીયા, અયાન વસીમભાઇ અમરેલીયા રહે. બધા લક્ષ્મીપરા વાંકાનેર અને રહીમભાઇ મુલ્તાની રહે.ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતે રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના લોન રિકવરી અધિકારી તરીકે નોકરી કરતા હોય અને વાંકાનેર લક્ષ્મીપરામાં અમીભાઈ અલાઉદ્દીનભાઈ ખોરજીયાની મિલકતમાં કોર્ટના હુકમથી ફેન્સીંગ કરેલ હતી જે ફેન્સીંગ મામલતદાર વાંકાનેર દ્વારા દૂર કરાવવામા આવતી હોય ત્યારે ફરિયાદ અને તેના સાથી કર્મચારી ત્યાં પહોચ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદી તથા સાહેઉપર લાકડી અને કાતર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો તેમજ ફરિયાદી અને સહેદોને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદીને ગળાના ભાગે ઇજા કરીને શર્ટ ફાડી નાખ્યો હતો તેમજ ચેતનભાઇનો મોબાઇલ ફોન જૂટવી લીધો હતો અને સાહેબ્રિજેશભાઈ દવેના ચશ્મા તોડી નાખીને નુકસાન કર્યું હતું આમ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ 10 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News