ખેડૂતો હેરાન: મોરબી જીલ્લામાં ચણા-રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનારા 5,991 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ
SHARE








ખેડૂતો હેરાન: મોરબી જીલ્લામાં ચણા-રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનારા 5,991 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ
મોરબી જીલ્લામાં ચણા અને રાયડાના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું જો કે, તેમાંથી જિલ્લામાં એક કે બે નહીં પરંતુ 5991 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ ખેડૂતોને આવેલ છે જેથી કરીને ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચણા અને રાયડાના પાકનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે અને તેના માટે ખેડૂતોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તેવી જ રીતે આ વર્ષે મોરબી જિલ્લામાંથી ચણા અને રાયડાના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને ત્યારે આ બંને જણસ માટે જિલ્લામાંથી કુલ મળીને 13,154 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું જેમાં ચણાના પાકનું વેચાણ કરવા માટે 10394 ખેડૂત અને રાયડાના પાકનું વેચાણ કરવા માટે 2760 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ ખેડૂતો પૈકી અનેક ખેડૂતોને તેઓના મોબાઈલ ફોનમાં રજીસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવેલ છે જેથી કરીને ખેડુતો પણ હાલમાં મૂંઝવણમાં મુકાઇ ગયેલ છે.
મોરબી જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારી હિમાંશુ ઉસદડીયા પાસેથી મળેલ માહિતી મુજબ જિલ્લામાં કુલ મળીને 5991 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેવા મેસેજ આવેલ છે જેમાં 3,690 ચણાના અને 2301 રાયડાના ખેડૂતોનો સમાવેશ થાય છે અને તેઓના મોબાઈલમાં મેસેજ આવેલ છે અત્રે ઉલેખનીય છેકે જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેમાં સૌથી વધુ ખેડૂતો ટંકારા તાલુકાનાં છે. અને ખેડૂતોના કહેવા મુજબ હાલમાં જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થાય છે તેના પાછળનું કારણ સરકાર દ્વારા તેમના ખેતરનું સેટેલાઈટથી મેપિંગ કરવામાં આવ્યું છે તે જ છે. કેમ કે, આ મેપિંગ દરમ્યાન તેમના ખેતરમાં ચણા કે રાયડાના પાકનું વાવેતર જોવા મળ્યું નથી જેથી કરીને તેઓએ વાવેતર કર્યું જ નથી તેવું માનીને તેઓનું રજીસ્ટ્રેશન સીધું જ રદ કરવામાં આવેલ છે
જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયેલ છે તેઓને ત્રણ દિવસમાં ગ્રામસેવકને વાંધા રજુ કરવા કહેવામા આવ્યું હતું જો કે, ખેડૂતોએ તેના વાંધા રજૂ કરી દીધેલ છે તો પણ હજુ કોઈ ખેડૂતોને પૂછવા માટે પણ આવ્યું નથી. અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જે મેપિંગ કરવામાં આવ્યું છે તેના લીધે ખરેખર ખેતરમાં ચણા અને રાયડાના પાકનું વાવેતર કર્યું હતું તેઓને પણ ટેકાના ભાવે તેની જણસ વેંચવા માટે હેરાન થવુ પાસે તેવી પરિસ્થિતિનું નિર્માણ મોરબી જીલ્લામાં થયેલ છે. ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના ખેડૂત નાથાલાલ ભાણજીભાઈ મુછાળાએ જણાવ્યું હતું કે તેઓને પોયાના ખેયત્રમાં ચણાનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તેનું વેચાણ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું હતું જો કે, તેનું રજીસ્ટ્રેશન રદ થયેલ છે અને તેની જેમ જ ઘણા ખેડૂતોનુ રજીસ્ટ્રેશન રદ થયેલ છે જેથી ખેડૂતોની મુશ્કેલીને દૂર કરવા માટે સરકાર કોઈ રસ્તો કાઢે તે જરૂરી છે.

