મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર અને માળિયાના નાનીબરાર ગામે ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE















મોરબીના ખાનપર અને માળિયાના નાનીબરાર ગામે ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં શાળાનાં આમંત્રણને માન આપીને ખાનપર ગામનાં સરપંચ લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, માજી સરપંચ ખંતીલભાઈ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ , ઉપાધ્યક્ષ પરમાર રમેશભાઈ, ચાંચાપર સીઆરસી વંદનાબેન સોનાગ્રા, જાગૃત વાલી ઘોડાસરા ભરતભાઈ તથાં શાળાનાં પૂર્વ જ્ઞાનસહાયક અદિતીબેન હાજર રહ્યાં હતાં. ધો. ૭ અને ધો.૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવેલ. ધો. ૮ નાં વિદ્યાર્થિઓ દ્વારા પોતાનાં જૂના સંસ્મરણોને પ્રતિભાવો રૂપે તાજા કર્યા. સંરપંચ, સીઆરસી તથાં શાળાનાં આચાર્યએ વિદાઇ પામનાર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવી ભાવી ભણતર વિશે માહિતી આપી. શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે વિદાયપત્ર તથા ભવિષ્યમાં મેળવનાર તમામ ડોક્યુમેન્ટને સાચવી રાખવા ફોલ્ડર ફાઇલ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.ધો.૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પણ ભેટ આપેલ.જે બદલ શાળા પરિવાર તેમને કાયમ યાદ કરશે.કાર્યક્રમનું સંચાલન શાળાનાં સિનીયર શિક્ષક ચિકાણી રમણીકલાલ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાનાં આચાર્ય સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈએ શાળાનાં શિક્ષક ચિકાણી રમણીકલાલ , ગોસાઈ રોહિતભાઈ , દેવમુરારી હીનાબેન, રાજપરા ભગવતીબેન, ડૉ.જલ્પાબેન ફુલતરિયા, દલસાણિયા મિનાક્ષીબેન તથાં વિરડા ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમજ માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં વિદાય સમારોહ યોજાએલ જેમા શાળામાં ધો.૮ ના વિદ્યાર્થીઓ અને બી.એડ. ઇન્ટર્નશીપ કરવા આવેલ નાનીબરાર ગામની બે દીકરીઓના વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.શાળા પરિવાર દ્વારા  તાલીમાર્થી બહેનો બકુત્રા નમસ્વીબેન અને મકવાણા ઉર્વીશાબેનનો ઇન્ટર્નશીપ માટે નાની બરાર તાલુકા શાળાની પસંદગી કરવા બદલ અને સતત ત્રણ મહિના સુધી શાળાના બાળકોને લાગણીપૂર્વક અને ઉત્સાહભેર અધ્યયન કાર્ય કરાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે જ મોમેન્ટો અને સુંદર ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી.શાળા પરિવાર તરફથી ધો.૮ ના દરેક વિદ્યાર્થીઓને શાળાની યાદગીરી રૂપે ૨૦ ફોલ્ડર વાળી ડોક્યુમેન્ટ ફાઈલ આપવામાં આવી.આ તકે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કર્યા. સાથે જ સુંદર ભેટ દ્વારા શાળાને ગુરુદક્ષિણા અર્પણ કરી હતી.કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું.શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને ચિરાગભાઈ પટેલ દ્વારા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવવામાં આવી. ભાવમય કાર્યક્રમને પરિણામે શાળા પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.






Latest News