મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત
ટંકારાના નાના રામપર ગામના શખ્સ સામે પગલાં લેવાની ગામના લોકોની માંગ
SHARE









ટંકારાના નાના રામપર ગામના શખ્સ સામે પગલાં લેવાની ગામના લોકોની માંગ
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રામદેવપીરનું જુનું મંદિર આવેલું હતું તે પાડીને નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગામના જ માથાભારે શખ્સ દ્વારા માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને તેની સામે વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવેલ છે અને મામલતદાર તેમજ પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું.
હાલમાં નાના રામપર ગામના લોકોએ જે આવેદન આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, નાના રામપર ગામના પાદરમાં રામદેવપીરનું જુનું મંદિર હતું તેને પાડીને નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તેવામાં તા. 6/4 ના રોજ રાતના સમયે રણજીતસિંહ ઉર્ફે રણુભા ઝાલા કાર લઈને આવ્યા હતા. અને ત્યારે તે નશાની હાલતમાં હોય મંદિરમાં કામ કરી રહેલા ગ્રામજનો સાથે માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગામના લોકોએ એવી પણ રજૂઆત કરી હતી કે, સહકારી મંડળીની કાર્યવાહી પોતાની માલિકીની જગ્યામાં કરી મંડળીના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યાની ફરિયાદ કરેલી હતી છતાં પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ બંને બાબતે મામલતદાર અને પોલીસને રજૂઆત કરીને પગલાં લેવા માટેની માંગ કરી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગામના લોકોની સાથે પણ ઘણી વખત અસભ્ય વર્તન કરે છે જેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.

