મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાનશ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નિમિતે શોભાયાત્રા-ધર્મસભા યોજાશે


SHARE















મોરબીમાં ભગવાનશ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નિમિતે શોભાયાત્રા-ધર્મસભા યોજાશે

સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર ચરમ તીર્થકર પૂજ્યશ્રી મહાવીર સ્વામી પરમાત્માનો ૨૬૨૩ મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશે અને પરમ ઉપકારી પરમાત્માની શોભાયાત્રા આગામી તા 10 ને ગુરુવારે સવારે 8 કલાકે દરબારગઢ જૈન દેરાસરથી નીકળશે. ત્યાર બાદ ગ્રીનચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ અને રામચોક સહિતના વિસ્તારમાં ફરીને રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાં ધર્મસભા યોજાશે

આ તકે વાગડ ગચ્છનાયક આચાર્યશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા. સમુદાયના પૂજ્ય આ.ભ.શ્રી આત્મદર્શન સુરીશ્વરજી મ.સા. માનવથી મહા માનવની સફર વિષયે મંગલ પ્રવર્ચન આપશે આ પ્રસંગે ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર.પ.પુ. નરેન્દ્રમુની મહારાજ સાહેબના સુશિષ્યા પ.પુ. જયશ્રીબાઈ સ્વામી આદિઠાણા-૬, તથા અજરામર સંપ્રદાયના પ.પુ. નંદીનીકુમારી મ.સા. આદિઠાણા-2 તથા પ.પુ. શીલદર્શનાશ્રીજી મ.સા. આદીઠાણા ૪ સાહેબની ઉપસ્થિતિ રહેશે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં કળશધારી બાળાઓ દ્વારા સામૈયા તથા શ્રી ધર્મનાથ જૈન બેન્ડ ગ્રુપ, ભવ્ય આકર્ષણરૂપ પ્રભુનો રથ, પ્રભુ મહાવીર સ્વામીના સ્વપ્ન, ચાંદીનું પારણું, પ્રભુજીનો વિશાળ ફોટો શોભાયાત્રામાં પ્રદર્શિત થશે શોભાયાત્રા દરમીયાન પ્રભુજી સમક્ષ નૃત્યકાર દ્વારા નૃત્ય રજુ થશે વ્યાખ્યાન પૂર્ણ થયે ગુરુદેવજીએ સંકલન કરેલ પુસ્તકનું વિમોચન થશે મોરબી સમસ્ત જૈન સમાજ, પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને સંયુક્ત રીતે ઉજવણી કરી રહ્યું છે ત્યારે સમસ્ત જૈન સમાજ આયોજિત તમામ કાર્યક્રમોમાં હાજર રહીને પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને ઉજવવા તથા શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરવા જૈન સમાજની વિવિધ સંસ્થાઓએ નિમંત્રણ પાઠવ્યું છે

રીલીફનગરમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે
મોરબી શ્રી રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની છત્રછાયામાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી તા. 10 ને ગુરુવારે રાતે કરવામાં આવશે. જેમાં પ્રભુજીને ભવ્ય અંગ રચના સાથે પ્રતિવર્ષની માફક રાત્રીના 9 કલાકે પરમાત્મા ભક્તિ (ભાવના) નો કાર્યક્રમ યોજેલ છે મધ્યરાત્રીના 12 કલાકે પરમાત્માનો જન્મોત્સવ સંગીત સાથે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના રહેવાસી ભાવેશભાઈ એન. દોશી (જૈન સંગીતકાર) કલાપૂર્ણ ભક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. જેથી ધર્મપ્રેમી શ્રાવક, શ્રાવિકાઓ અને સકલશ્રી સંઘોને પધારવા રીલીફનગર જૈન દેરાસર કમિટી મેમ્બર દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે






Latest News