હળવદના માથક ગામે રસોઈ બનાવતા સમયે કપડાં ઉપર કેરોસીન પડતાં દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત
વાંકાનેરમાં હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતિ ખંડિત: પતિની નજર સામે પત્નીનું મોત
SHARE







વાંકાનેરમાં હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતિ ખંડિત: પતિની નજર સામે પત્નીનું મોત
વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર હસનપર ઓવરબ્રિજ પાસેથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને તેના પત્નીને બંને પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ આરોપી તેનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય (41) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર યુપી 22 એટી 1552 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નેશનલ હાઈવે રોડ ઉપર હસનપરના ઓવરબ્રિજ પાસેથી તેઓ પોતાના પત્ની મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (38) ને પોતાના બાઈક નંબર જીજે 36 એઇ 8707 માં બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવીને ફરિયાદીના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે નાના મોટી ઈજાઓ અને ફ્રેક્ચર થયું હતું જોકે, તેના પત્ની મોનાલીબેનને મોટરસાયકલ સહિત ટ્રક ચાલકે હડફેટે લેતા તેના બંને પગમાં સાથળના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

