મોરબીનાં યુવાનને પિતરાઇ ભાઇએ જ હનીટ્રેપમાં ફસાવ્યો હતો : બે યુવતી સહિત ત્રણની ધરપકડ
SHARE








મોરબીનાં યુવાનને પિતરાઇ ભાઇએ જ હનીટ્રેપમાં ફસાવ્યો હતો : બે યુવતી સહિત ત્રણની ધરપકડ
યુવતીએ પ્લાન મુજબ ભેંસાણ નજીક કાર થંભાવી હતી : ગુનામાં મોરબીની યુવતીની પણ સંડોવણી ખુલી : એક ફરાર
મોરબીના લાલપરમાં રહેતો અને પ્રોવિઝનની દુકાન ધરાવતો પંકજભાઇ ભરતભાઇ ડઢાણીયા (ઉ.વ.31)એ અમરેલીના વડીયા ગામની જાનવી અને 4 અજાણ્યા વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ ભેંસાણ પોલીસમાં નોંધાવતા પોલીસે સમગ્ર આરોપીઓને દબોચી લીધા છે.
જાનવીએ મોબાઇલ કરીને પંકજને વીરપુર ખાતે મળવા બોલાવેલ ગત તા. 5 એપ્રિલના યુવાન તેના કઇના દિકરા કિશન શાંતિલાલ સોખરીયા સાથે જીજે 36 એએલ 6320 નંબરની કારમાં યુવતીને મળવા વિરપુર ગામે ગયેલ જાનવી કારમાં બેસી ગઇ હતી કાર પરબ થઇ બિલખા તરફ જવા દેવાનું કહી બિલખા યુવતીને મુકવા જતા હતા મારે નણંદના ઘરે જવું છે તેમ જણાવેલ ત્યારે ભેંસાણ-છોડવડી રોડ પર પહોંચેલ.
ત્યારે જાનવીને વોશરૂમમાં જવું છે તેમ કહી કાર રોકાવી હતી ત્યારે બે બાઇકમાં ચાર શખ્સો ત્યાં આવી ગયા હતા જાનવીને એક યુવાન મોટરસાયકલમાં બેસાડીને અને બાકીના ત્રણ અજાણ્યા શખ્સોએ કારમાં બેસી જઇ પંકજ ડઢાણીયા અને કિશનનું અપહરણ કરી લઇ થઇ ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂા. 50 લાખની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પંકજની ફરિયાદના આધારે ભેંસાણ પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે યુવતી અને ફરીયાદીના ફઇના દિકરા કિશન શાંતિલાલની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત મોરબીની પ્રિયા ઉર્ફે પ્રિયંકા હંસરાજ ગીનોયાની પણ ધરપકડ કરી લીધી છે. પંકજે જમીન વહેંચી તેના પૈસા આવ્યા હતા. 50 લાખમાંથી 10 લાખ આપવાનું નકકી થયું હતું અને કિશનને ગોંધી રાખ્યાનું નાટક કર્યુ હોવાનું કબુલ્યુ હતું.
આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ સુલતાનપુરનો શૈલેષગીરી ઉર્ફે મારાજ ગોસાઇ છે આ શખ્સે જાનવીની જગ્યાએ પ્રિયાને ગોઠવી દઇ હનીટ્રેપનો પ્લાન ઘડયો હતો. અઠંગ શૈલેષગીરી સામે 2025માં હનીટ્રેપનો ગુન્હો નોંધાવ્યો હતો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

