મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા
Morbi Today

મોરબીના જુના સાદુળકા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા: 1.90 લાખનો મુદામાલ કબ્જે


SHARE















મોરબીના જુના સાદુકા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા: 1.90 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના જુના સદુકા ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જેને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 1,90,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા બે શખ્સની ધરપકડ કરી હતી અને હાલમાં ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના સદુકા ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે સાગર કારખાના સામેથી ઇકો ગાડી નંબર જીજે 36 એજે 4631 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 1,90,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા આરોપી ઇમરાનભાઈ જાનમામદ ભટ્ટી (21) રહે. માળીયા મીયાણા, સિકંદર મુસ્તાકભાઈ કાજેડીયા (20) રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન માલ આપનાર ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોર રહે. માળિયા મીયાણા તથા માલ મંગાવનાર ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે. બેલા તાલુકો મોરબી વાળાના નામ સામે આવ્યા હોય ચારેય શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી નજીકના મચ્છોનગર ગામે હર્ષદભાઈ વાછાણીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હર્ષદભાઈના કબજા વાળા મકાનમાંથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 10,320 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હર્ષદભાઈ બીપીનભાઈ વાછાણી (24) રહે. પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી મૂળ રહે ખડીયા માણાવદર અને નિશાંતભાઈ સુરેશભાઈ અઘેરા (31) રહે. ઉમા ટાઉનશીપ વૈભવ-એ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News