મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા
Morbi Today

હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ


SHARE















હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ

હળવદના વતની મેહુલ ભૂપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ ચોરી કરવામાં આવેલ છે અને તેમણે વિમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સનો લીધેલ હતો. જો કે, વિમા કંપનીએ ફરિયાદીને ફરિયાદ મોડી લખાવ્યા સબબ વિમો આપવાનીના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં ગ્રાહક અદાલતે ૩,૩૨,૫૦૦ રૂપિયા ટકાના વ્યાજ સાથે તા. ૨૦-૧૧-૨૦૨૪થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, હળવદના વતની મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે રાખવામા આવેલ હતું અને તે વાહનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ફરિયાદ પણ કરેલ હતી જો કે, ગ્રાહકે તેના વાહનનો વિમો ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સમાંથી લીધેલ હતો. જો કે, ગ્રાહકે તેનું વાહન ચોરી થયેલ હોવાની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને દશેક દિવસ રાહ જોવાનું કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદ લીધેલ હતી જેથી વિમા કંપનીએ ગ્રાહકે વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ છે તેવું બહાનું કહીને ગ્રાહકને વિમો નહી મળે તેમ જણાવ્યુ હતું જો કે, મેહુલભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને અદાલતે ગ્રાહકે ફરિયાદ મોડી કરી તેનું કારણ પોલીસ ખાતા તરફથી રૂકજાવનો સંદેશો આવેલ હતો. જેથી વિમા કંપનીની કોઈપણ દલીલ માન્ય રાખેલ નહી અને મેહુલ ભૂપતભાઈને ૩,૩૨,૫૦૦ રૂપિયા તા. ૨૦-૧૧-૨૪ થી 6 ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ રૂપિયા અન્ય ખર્ચના ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તેમજ બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.






Latest News