મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના કીડી ગામ પાસે ટિફિનમાં રોટલી સારી ન આવતી હોવાનું કહેનાર યુવાન સહિત બેને લાકડી-પાઇપથી ત્રણ શખ્સોએ મારમાર્યો


SHARE













હળવદના કીડી ગામ પાસે ટિફિનમાં રોટલી સારી ન આવતી હોવાનું કહેનાર યુવાન સહિત બેને લાકડી-પાઇપથી ત્રણ શખ્સોએ મારમાર્યો

હળવદના કીડી ગામની સીમમાં મીઠાના ગંજા પાસે ટિફિન મંગાવનાર યુવાને ટિફિનમાં રોટલી સારી ન આવતી હોવાનું કહ્યું હતું જે આરોપીને સારું નહીં લાગતા ત્રણ શખ્સો દ્વારા યુવાનને લાકડીના ધોકા અને પાઇપ ડે માર માર્યો હતો તેમજ સાહેદને શરીરે આડેધડ મારમારીને ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના હલરા ગામના રહેવાસી અને ડ્રાઇવિંગ કરતા દેવાભાઈ રાણાભાઇ ભૂંભરીયા (40)એ હાલમાં મુન્નાભાઈ મહારાજ રહે. કીડી તથા અજાણ્યા બે માણસો આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના કીડી ગામની સીમમાં મીઠાના ગંજા પાસે ટિફિન મંગાવ્યું હતું અને તેમાં રોટલી સારી આવતી ન હોવાનું ફરિયાદીએ મુન્નાભાઈ મહારાજને કહ્યું હતું જે બાબતે આરોપીને સારું નહીં લાગતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ સાહેજેમાભાઈ રબારીને શરીરને આડેધડ મારમારીને મુંઢ ઇજાઓ કરી હતી જેથી બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ દેવાભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામાનો ભંગ

મોરબીમાં ગ્રીન ચોક પાસે મોમાઈ ગોલા નામની દુકાનનો કોઈ ભાડા કરાર કરેલ ન હતો જેથી કરીને કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય નવઘણભાઈ ભીખાભાઈ રાતડીયા (39) રહે. ખોડાખવાસ શેરી ગ્રીનચોક મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની ખાસ કરી છે.




Latest News