મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ


SHARE















મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ

મોરબીમાં ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીના આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા ચેક રીટર્નની ફરીયાદ રદ કરી આરોપીને છોડી મુકવાનો મોરબીની કોર્ટે હુકમ કરેલ છે.

તાજેતરમાં મોરબીની કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી મોરબી જીલ્લાના રાજપર ગામના વતની ધનજીભાઈ કેશવજીભાઈ મારવાણીયાએ આરોપી શૈલેષ વેલજીભાઈ ચાવડાને હાથ ઉછીની રકમ ૧૦,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે શૈલેષ વેલજીભાઈ ચાવડાએ ૫,૦૦,૦૦૦ નો એક તેવા કુલ બે ચેક ફરીયાદીને આપેલ હતા અને આ બન્ને ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, બન્ને ચેકો વણચૂકવ્યા પરત થયા હતા જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં જુદા જુદા ચેક અંગેના ફોજદારી કેસ નાં. ૬૧૩૭/૨૦૨૦ તથા ફોજદારી કેસ નાં. ૬૨૯૫/૨૦૨૦ થી દાખલ કરી હતી જે બંને કેસ મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં ફરીયાદી પક્ષના પુરાવામાં ચેક મજબની રકમ આરોપીને હાથ ઉછીની આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા અને ૧૦,૦૦,૦૦૦ રોકડા આરોપીને ચૂકવેલ હોવાનું પુરવાર નહીં કરી શકતા બન્ને ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ખુબ જ મહત્વનો હુકમ કોર્ટે કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ ચિરાગભાઇ કારીઆ અને રવિભાઇ કારીઆ રોકાયેલ હતા.






Latest News