માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાની પેઢીની લેણી રકમ ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા પુનાના વેપારીને કોર્ટનો આદેશ


SHARE

















ટંકારાની પેઢીની લેણી રકમ ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા પુનાના વેપારીને કોર્ટનો આદેશ

મોરબીના ટંકારામાં આવેલ ઉમા ફૂડ પ્રોડકટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ ૬,૩૪,૫૦૦ રૂપિયા ટકા વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવા મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબે ચુકાદો આપેલ હતો.

કેસની વિગત એવી છે કે, પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીના ડાયરેક્ટરોએ, મોરબીના ટંકારામાં આવેલ ઉમા ફૂડ પ્રોડક્ટ્સ પાસેથીમાં માલ ખરીદ કરેલ હતો. જેમાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડએ બાકી નીકળતી રકમ ૬,૩૪,૫૦૦ ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરતાં ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ તેમની પેઢીના એડવોકેટ કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ હતી. તેમ છતાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરોએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.

દાવામાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સામે સમન્સ/ નોટિસ કાઢવાનો હુકમ કરેલ હતો ત્યાર બાદમાં વાદીની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, લેખિત પુરાવા તેમજ વાદીના વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબે ઉમા ફૂડ પ્રોડક્ટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ ૬,૩૪,૫૦૦ રૂપિયા દાવો દાખલ કર્યાથી ૭ ટકા વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ઉમા ફૂડ પ્રોડક્ટ્સવતી એડવોકેટ તરીકે કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.




Latest News