મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ


SHARE











ટંકારામાં ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ

ટંકારામાં ન્યાયાલયનાં પોતાનાં કોર્ટ બિલ્ડીંગનું નિમાર્ણ થતા તા. ૧૦ એપ્રિલ ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ર્ણવજીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. 

ટંકારમાં નવનિર્મિત ન્યાયમંદિર રૂપિયા ૧૦.૨૦ કરોડના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે અને કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમાં ૨૨૫૬ ચો.મી.માં નિર્માણ પામ્યું છે. અહીં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટ્સને બેસવાની વ્યવસ્થા સાથે નવું ન્યાય મંદિર આકાર પામ્યું છે. જેનું હાઈકોર્ટના ચિફ જસ્ટિસની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.

આ લોકાર્પણ પ્રસંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, મોરબી જિલ્લા સેન્સસ જજ કમલ પંડ્યા, ડીવાયએસપી સમીર સારડા, મામલતદાર પી.એન.ગોર, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, આર્યસમાજ સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ગુરૂકુળના ઋષિકુમારો તથા ટંકારા બાર એસો.ના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતનભાઈ સોરીયા તેમજ હોદ્દેદાર અને વકીલોઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News