મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાઇ: સામુહિક આયંબિલ ઓળીનુ આયોજન
ટંકારાની પેઢીની લેણી રકમ ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા પુનાના વેપારીને કોર્ટનો આદેશ
SHARE







ટંકારાની પેઢીની લેણી રકમ ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા પુનાના વેપારીને કોર્ટનો આદેશ
મોરબીના ટંકારામાં આવેલ ઉમા ફૂડ પ્રોડકટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ ૬,૩૪,૫૦૦ રૂપિયા ટકા વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવા મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબે ચુકાદો આપેલ હતો.
આ કેસની વિગત એવી છે કે, પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીના ડાયરેક્ટરોએ, મોરબીના ટંકારામાં આવેલ ઉમા ફૂડ પ્રોડક્ટ્સ પાસેથીમાં માલ ખરીદ કરેલ હતો. જેમાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડએ બાકી નીકળતી રકમ ૬,૩૪,૫૦૦ ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરતાં ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ તેમની પેઢીના એડવોકેટ કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ હતી. તેમ છતાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરોએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.
આ દાવામાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સામે સમન્સ/ નોટિસ કાઢવાનો હુકમ કરેલ હતો ત્યાર બાદમાં વાદીની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, લેખિત પુરાવા તેમજ વાદીના વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબે ઉમા ફૂડ પ્રોડક્ટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ ૬,૩૪,૫૦૦ રૂપિયા દાવો દાખલ કર્યાથી ૭ ટકા વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ઉમા ફૂડ પ્રોડક્ટ્સવતી એડવોકેટ તરીકે કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.

