ટંકારામાં ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ
મોરબીના લાલપર ગામે જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
SHARE









મોરબીના લાલપર ગામે જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ટીબી નાબૂદી માટે ૧૦૦ દિવસનું અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબીના લાલપર ગામે મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મોરબી સ્ટાર અને વાંકાનેર ઈલેવન વચ્ચે ફાઇનલ જંગમાં મોરબીની સ્ટાર ટીમ વિજેતા બની હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી અજાણાભાઈ, જિલ્લા ફાર્માસિસ્ટ પ્રશાંતભાઈ દલસાણીયા, લાલપર પીએસસીના દીપકભાઈ વ્યાસ તથા જિલ્લા ક્ષય કચેરીના કર્મચારીઓ અને લાલપર પીએસસીના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર તથા લાલપર ગામના સરપંચ રમેશભાઈ વાંસદડીયા અને ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા અને રન અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
