મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારામાં ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ


SHARE

















ટંકારામાં ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ

ટંકારામાં ન્યાયાલયનાં પોતાનાં કોર્ટ બિલ્ડીંગનું નિમાર્ણ થતા તા. ૧૦ એપ્રિલ ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ર્ણવજીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. 

ટંકારમાં નવનિર્મિત ન્યાયમંદિર રૂપિયા ૧૦.૨૦ કરોડના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે અને કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમાં ૨૨૫૬ ચો.મી.માં નિર્માણ પામ્યું છે. અહીં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટ્સને બેસવાની વ્યવસ્થા સાથે નવું ન્યાય મંદિર આકાર પામ્યું છે. જેનું હાઈકોર્ટના ચિફ જસ્ટિસની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.

આ લોકાર્પણ પ્રસંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, મોરબી જિલ્લા સેન્સસ જજ કમલ પંડ્યા, ડીવાયએસપી સમીર સારડા, મામલતદાર પી.એન.ગોર, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, આર્યસમાજ સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ગુરૂકુળના ઋષિકુમારો તથા ટંકારા બાર એસો.ના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતનભાઈ સોરીયા તેમજ હોદ્દેદાર અને વકીલોમોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News