સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડ ઉપર વાડીએ કૂવાના પાણીમાં ડૂબી જવાથી સગીરાનું મોત


SHARE



























ટંકારાના અમરાપર રોડ ઉપર વાડીએ કૂવાના પાણીમાં ડૂબી જવાથી સગીરાનું મોત

ટંકારા તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તે સગીરાનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તા ઉપર આવેલ ગોવિંદભાઈ અમરશીભાઈ લો ની વાડીએ રહીને મજૂરી કામ કરતા રામાભાઇ રમણભાઈ સંગાડની 13 વર્ષની દીકરી તોલીબેન કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક તોલીબેન બકરીને પાણી પીવડાવવા માટે થઈને કૂવાની બાજુમાં આવેલ કુંડી ઉપર ચડીને કૂવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે પગ લપસતા તે કૂવામાં પડી ગઈ હતી અને જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતુ જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News