ટંકારાના અમરાપર રોડ ઉપર વાડીએ કૂવાના પાણીમાં ડૂબી જવાથી સગીરાનું મોત
હળવદ શહેર-તાલુકામાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 130 બોટલ સાથે 4.82 લાખથી વધુનો મુદામાલ કબજે, બે ની ધરપકડ
SHARE







હળવદ શહેર-તાલુકામાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 130 બોટલ સાથે 4.82 લાખથી વધુનો મુદામાલ કબજે, બે ની ધરપકડ
હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આવેલ પરમેશ્વર બંગલો પાસેથી પસાર થતી કારમાંથી 10 બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દીઘડીયા ગામે ઘરની ડેલીમાંથી દારૂની નાની મોટી 120 બોટલો મળી આવી હતી જેથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આવેલ પરમેશ્વર બંગલો જવાના રસ્તા ઉપરથી પસાર થતી એસક્રોસ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 10 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 6960 ની કિંમતની દારૂની બોટલો તથા 4.50 ખની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,56,960 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હસમતભાઈ હારુનભાઈ મકરાણી (28) રહે. મોચીવાડ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આવી જ રીતે હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા નરપતસિંહ ઝાલાના રેણાક મકાનની ડેલીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 120 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 25,404 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલા (39) રહે. દિઘડીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
માળીયા મીયાણામાં માતમ ચોક જેડાવાસમાં રહેતા ફારુક દિલાવરભાઈ જેડાના રહેણાંક મકાનની પાછળના ભાગમાં આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જો કે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી ફારુક દિલાવરભાઈ જેડા રહે. માતમ ચોક જેડાવાસ માળિયા મીયાણા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

