મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાને લઈ દર્દીઓ માટે કુલર મુકવા માંગે
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોદ્યાદેવી શંકરાચાર્ય ભુવનનું સંતો-મહંતો, સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું
SHARE







મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોદ્યાદેવી શંકરાચાર્ય ભુવનનું સંતો-મહંતો, સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું
મોરબીના બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે ત્યાં આજે આયોદ્યાદેવી શંકરાચાર્ય ભુવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વર માતાજી, સાંસદ પરસોતમભાઇ રૂપાલા સહિતનાઓ હાજર રહ્યા હતા અને સંપતિ અને સંતતિ ટકાવી રાખવા માટે સંતોને ટકાવવા માટે આહ્વાન કર્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયના સ્વર્ગસ્થ માતા આયોદ્યાદેવીની સ્મૃતિમાં મોરબીના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સંત નિવાસ આયોદ્યાદેવી શંકરાચાર્ય ભુવન નિર્માણ કરવામાં આવ્યું છે તેની આજે સંતો, મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વર માતાજી, દ્વારકા શંકરાચાર્ય પીઠથી નારાયણનંદ બ્રહ્મચારી, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, વિનોદભાઇ ચાવડા અને કેશરીસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ત્યારે જુદાજુદા દેવ સ્થાનોમાંથી આવેલ સંતોએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું ત્યાર બાદ કેશવાનંદ બાપુની તપો ભૂમિ ખોખરા હનુમાન મંદિર ખાતે સભામાં લોકોને સબોધતા સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે, સંતો દ્વારા ધાર્મિક સ્થળોમાં સેવકીએ યજ્ઞના ધૂણાને સતેજ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે તપના પ્રયાસો છે અને તપ વગર થોડા દિવસો હુફાળા હોય છે જો કે, જ્યાં તપ હોય છે ત્યાં તપની ધજાઓ વર્ષો સુધી ફરકે અને ફરકતી જ રહે છે. ખાસ કરીને વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાને રાખીને નિજાનંદજી સ્વામીએ કહ્યું હતું કે, વિશ્વના જે દેશમાં સંતો નથી તેવી ઘણી સંસ્કૃતિ આજની તારીખે લુપ્ત થઈ ગયેલ છે ત્યારે ભારત દેશમાં સંતોના તપના લીધે આજે પણ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે જેથી આગામી સમયમાં પણ આપણી સંપતિ અને સંતતિ ટકી રહે તે માટે સંતોને ટકાવી રાખવા માટે આપણાં સહુકોઈની જવાબદારી છે.
અંતમાં પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને ખોખરા હનુમાન હરિહર ધામ જેની નિશ્રામાં વિકાસ પામ્યું છે તે કનકેશ્વર માતાજીએ કહ્યું હતું કે, મારા ગુરુ કેશવાનંદ બાપુના ઘણા પરચા આ વિસ્તારના લોકોએ જોયેલા જ છે અને વર્ષો પહેલા કેશવાનંદ બાપુ કહેતા હતા કે, આ હનુમાનજી તારી સેવા લેશે અને એટલા જ માટે છેલ્લા સાત વર્ષમાં અહી અનેક ધાર્મિક કર્યો અને સેવાકીય પ્રકલ્પો શરૂ કરવામાં આવેલ છે તેના માટેના રૂપિયા કયાંથી આવે છે તે કોઈને ખબર નથી પરંતુ કેશવાનંદ બાપુની તપોભૂમિ હોવાથી અહી કોઈ કામ અટક્તા નથી. આ કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રીજી હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું
