મોરબીના નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
SHARE







મોરબીના નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મોરબીના નાનાભેલા મુકામે નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૨-૪ થી તા.૧૪-૪ દરમ્યાન યોજાઈ રહ્યો છે.જેમાં તા.૧૨ ના રોજ બપોર પછી દેહ શુદ્ધિ પ્રાયશ્વિત, હનુમંત મહાયજ્ઞ તથા સાંજે- મિલન કાકડીયા(લોક ગાયક) , હરેશદાન ગઢવી (લોક ગાયક), તથા ચાંદની પટેલ (લોક ગાયિકા) મારુતિ સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવસે.
તેમજ તા.૧૩-૪ ના રોજ જળયાત્રા, મુર્તિના સામૈયા, રાજોપચાર પૂજા, દેવ પ્રસાદ વાસ્તુ, પ્રતિષ્ઠા યજ્ઞ, અમૃતાભિષેક, ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નીકળી ધાન્યાધિવાસ થશે.તથા રાત્રે લોક ડાયરોમાં નિલેશ ગઢવી(લોક ગાયક), પૂજા ચૌહાણ(લોક ગાયિકા), રવિ ચૌહાણ (ભજનીક), લાભુદાન ગઢવી ( લોક સાહિત્યકાર) તથા સુરેશ પટેલ- નાની વાવડી(સાજીંદા ગ્રુપ) લોક ગીતો તથા સંતવાણીની પ્રસ્તુત કરશે.તા.૧૪ ના રોજ લઘુસદ્ર મહાયજ્ઞ, સંતોના સામૈયા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, કળશ ધજા આરોહણ, ધર્મસભા અને મહાઆરતી અને મહાપ્રસાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.તેથી આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
