મોરબીના નાનાભેલા ગામ સમસ્ત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મોરબીમાં ડો.આંબેડકર જન્મજયંતિ નિમિતે ભવ્ય ભીમ ભજનનું આયોજન
SHARE







મોરબીમાં ડો.આંબેડકર જન્મજયંતિ નિમિતે ભવ્ય ભીમ ભજનનું આયોજન
યુગપુરુષ, ભારત રત્ન, ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં બિલિવ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં આગામી તા.૧૪ એપ્રિલને સોમવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે સોઓરડી, ભઠ્ઠાવાળી લાઈન ખાતે ભવ્ય ભીમ ભજન યોજાશે.જેમાં ભજન કલાકાર પીયુષ વાઘેલા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.
બિલિવ ફાઉન્ડેશન-મોરબી દ્વારા સમાજમાં શૈક્ષણીક જાગૃતિ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો તેમના મિશનને આગળ વધારવા માટે અને તેમનાં જીવનકાર્યને યાદ કરી ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યુ છે.જેથી આ ભીમ ભજનના આયોજનમાં પધારવા બિલિવ ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
