લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પુન: ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાશે
SHARE







લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફરી એક વખત ફ્રી તેમજ રાહત ભાવે પક્ષી માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવામાં ફરી એક વખત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા મહા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી તા.૧૩-૪ ને રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યાં સુધી નરસંગ ટેકરી મંદિર ચોક રવાપર રોડ, મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે.
જેમાં ચકલીનાં માળા તથા માટીનાં પાણી કે ચણ માટેનાં કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવશે.જયારે ચકલીના ચણ માટે ઓટો બર્ડ ફીડર,
ચકલી માટે માટીનાં ડેકોરેટીવ માળા, સાકળ વાળા કુંડા, કુંડાનાં સ્ટેન્ડ તેમજ મોરબી પાંજરાપોળ માટે દાનપેટી રાહતદરે આપવામાં આવશે.રાહત ભાવે આપવામાં આવતી તમામ રકમ દાન પેટીમાં જ નાખવાની છે.જેનો ઉપયોગ આવા જ અન્ય સેવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.વધુ નિગત માટે મો.૮૩૪૮૨ ૧૨૩૪૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
