મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ


SHARE











રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડૉ.પ્રશાંત મેરજાએ આપબળે ડૉક્ટરની ડિગ્રી મેળવેલી હતી અને ઈન્ટરશીપ દરમિયાન કાર અકસ્માતમાં ૨૩ વર્ષની ભર યુવાનીમાં તા.૧૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ તેઓ પરલોક સીધાવી ગયો હતો. ડૉ. પ્રશાંતે તેમના પરિવાર સમક્ષ એવો વિચાર મૂકેલો કે પોતે મેડિકલ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે.

કમનશીબે તેમનુ અણધાર્યું અવસાન થતાં તેમનો વિચાર જીવંત રાખવા ડૉ.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ગરીબ દર્દીઓ માટે સેવાઓના જુદાજુદા પ્રકલ્પો રાખવામા આવે છે. આગામી તા. ૧૩ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨ દરમિયાન ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી પાસે, મોરબી ખાતે ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મફત નિદાન, સારવાર અને દવાની સુવિધા સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.

આ કેમ્પ ફીઝીશીયન ડૉ. ભાવિન ગામીના નેજા હેઠળ યોજાશે અને ડૉ. અક્ષય જાકાસણીયા (બાળ રોગ નિષ્ણાંત, ક્રિષ્ના હોસ્પિટલ), ડૉ.યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા, ડો. પુલકિત પ્રકાશભાઈ, ડો. કલ્પેશ રંગપરિયા અને ડો. નિસર્ગ પડસુંબિયા આ કેમ્પમાં ફ્રી સેવા આપશે. જેથી કરીને કેમ્પનો દર્દીઓએ લાભ લેવા સન્ની મેરજ તેમજ ડૉ.ભાવિન ગામીએ અનુરોધ કર્યો છે.




Latest News