રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ
વાંકાનેરના માર્કેટ ચોકમાં ભાજપના સ્થાપના દિવસે ધારાસભ્યની હાજરીમાં વિશાળ સંમેલન યોજાયું
SHARE







વાંકાનેરના માર્કેટ ચોકમાં ભાજપના સ્થાપના દિવસે ધારાસભ્યની હાજરીમાં વિશાળ સંમેલન યોજાયું
વાંકાનેરમાં માર્કેટ ચોક પાસે આવેલ રામ કોમ્પલેક્ષ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં ભાજપના સ્થાપના દિવસ નિમિતે સક્રિય સભ્યનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં સમગ્ર વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના સક્રિય સભ્યો હાજર રહ્યા હતા આ તકે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, કે.એસ. અમૂર્તિયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, મોરબી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી,યુસુફભાઈ શેરસીયા, કિર્તીભાઈ દોશી, તેમજ વાંકાનેર અને રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય, તેમજ બહોળી સંખ્યામાં ભાજપના સક્રિય સભ્યો હાજર રહ્યા હતા.

