મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કારખાનેદારે નુકશાની વળતરના કેસમાં GSPC એ કરેલી અરજી સિવિલ કોર્ટે ફગાવી


SHARE













મોરબીના કારખાનેદારે નુકશાની વળતરના કેસમાં GSPC કરેલી અરજી સિવિલ કોર્ટે ફગાવી

મોરબીમાં હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે આવેલ સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ના પાર્ટનર પુનિતભાઈ વાલજીભાઈ વાછાણીમોરબીની સિવિલ કોર્ટમાં ગુજરાત ગેસ લીમીટેડ-મોરબી ઝોનલ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ-રજીસ્ટર્ડ ઓફીસ, ગુજરાત ગેસ લીમીટેડ- કોર્પોરેટ ઓફીસ તથા નાયબ ઈજનેર જેટકો ચારે સામે ૨૪,૦૦,૦૦૦ ની નુકશાની મેળવવા દાવો દાખલ કર્યો હતો.

જે દાવાની હકીકત એવી છે કે આ ચારેય પ્રતિવાદીઓએ વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ની ફેકટરીના પ્રીમાઈસીઝ પાસે પ્રતિવાદીના મેઇન્ટેનન્સ વિભાગ દ્રારા રીપેરીંગ કામ દરમ્યાન બેદરકારી રાખતા તેમની બેદરકારીના કારણે વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ને ગેસનુ પ્રેસર ઘટી જતા ભઠ્ઠીમાં તાપમાન ઘટી જતા માલને મોટુ નુકશાન થયું હતું જેથી નુકશાન વળતર મેળવવા રે.દિવાની કેશ નં.૧૮૯/૨૧ થી દાવો દાખલ કરેલ હતો. આ દાવામાં પ્રતિવાદી તરફથી એવી અરજી કરવામાં આવેલ હતી કે આ દાવો કોર્ટમાં ચલાવી ન શકાય અને આ દાવો "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ અન્વયે આ દાવો લવાદી કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરેલ હતી જેમાં વાદી તરફથી સખત વાંધાઓ અને દલીલો રજુ થતા કોર્ટના એડીશ્નલ સિવિલ જજ સાહેબ સી.વાય.જાડેજા સાહેબે પ્રતિવાદીની લવાદી કોર્ટમાં દાવો ટ્રાન્સફર કરવાની અરજી "રદ" કરેલ છે અને કોર્ટે વધુમાં એવુ જણાવેલ છે કે વાદીએ આ દાવો ફકત ગુજરાત ગેસ લીમીટેડ સામે જ કરેલો નથી પરંતુ વાદીએ આ દાવામાં ગુજરાત ગેસ લીમીટેડ સાથે GETCO ને પણ પ્રતિવાદી પક્ષે જોડેલ છે અને પ્રતિવાદી ગુજરાત ગેસે પોતે જ તેના નોટીશ જવાબમાં વાદીને થયેલ નુકશાની અંગે GETCO જવાબદાર છે તેવું દર્શાવેલ હોઈ તેથી જ વાદીએ બન્ને કંપની સામે દાવો કરેલ છે તેથી આર્બીટ્રેશન એકટ ની કલમ-૮ ની જોગવાઈ મુજબ ફકત જે કંપની સાથે કરાર થયો હોઈ તે એક જ કંપનીની સામે દાવો દાખલ કરેલ હોય તો જ આ એકટની કલમ-૮ લાગુ પડે જયારે આ દાવામાં બીજી કંપની GETCO પણ પક્ષકાર તરીકે હોઈ GSPC ની તરફથી કરવામાં આવેલ "ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬" ની કલમ-૮ મુજબ આ દાવો લવાદ કોર્ટમાં ટ્રાન્ફર કરવા કરેલ અરજી નામદાર કોર્ટે રદ કરેલ છે.આ દાવાના કામે વાદી પક્ષે કોટક લો ચેમ્બરમાં પ્રેકટીશ કરતા વિદ્વવાન વકીલ હાર્દિક ડી.ગોસ્વામી તથા હિરેન ડી.ગોસ્વામી રોકાયેલ હતા.




Latest News