મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ


SHARE













મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેવી ખાત્રી આપોલ તેનું શું થયુ..? : વેપારીઓ
 
મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ થોડા સમય પહેલા નહેરૂ ગેઇટ ચોકમાં રોડનું ખાતમુર્હુત કરેલ હતુ.ત્યારે જણાવેલ હતુ કે દરબારગઢથી નહેરૂ ગેઇટ રોડ ચોમાસા પહેલા થઇ જશે તેમ વચન આપેલ હતુ.પરંતુ આ બીજુ ચોમાસુ આવશે તો પણ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.તેવો રોષ વેપારીઓ વ્યકત તરી રહ્યા છે. રોડ-રસ્તાની ગ્રાન્ટ તો ઘણી આવી પણ હજુ સુધી કોઈ કામ થયેલ નથી. ધારાસભ્ય મોટી-મોટી વાતો કરે છે તે મુજબ કામ કરીને દેખાડે તો વેપારીઓ અને આમજનતાનો તેમના ઉપર વિશ્વાસ મજબુત થશે.હવે તો મહાનગરપાલીકા થઇ હજુ પણ રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી મોરબી ટેક્ષ ઉઘરાવવામાં નંબર વન આવ્યુ છે પરંતુ પ્રજાને સુખાકારીમાં છેલ્લી પાયરીએ છે.તો શું નહેરૂ ગેઇટથી દરબારગઢ રોડ ચુંટણી પહેલા રોડ રસ્તા થઇ જશે ? કે ફરીથી લોલીપોપ આપવામાં આવશે.? 
 
મોરબીમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, દરબારગઢથી ગ્રીન ચોક, ગીન ચોકથી નહેરૂ ગેઇટ, જડેશ્વર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ જેવા સીટીના મેઇન રોડ સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવો જરૂરી છે.કેમ કે મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે તો દુકાનોમાં પણ પાણા ઉડે તેવી કપચીઓ નાંખી દીધી છે.તેમજ તેમજ ધુળની ડમ્મરી ઉડે છે.આ બાબતે અગાઉ પણ અરજીઓ કરેલ છે.પરંતુ કોઈ નિકાલ હજુ સુધી આવેલ નથી.માથે આવે છે ચોમાસુ જેથી વેપારીઓ અને શહેરીજનોની મુશતેલી વધશે.ચોમાસુ વિદાય લીધે આ ઉપરોકત દર્શાવેલ તમામ રોડ તાત્કાલીક નવા બનાવો તેવી વેપારીઓ તથા આમ જનતાની માંગ છે.
 
સામાન્ય બાબતમાં મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવે છે મોરબીના ધારાસભ્ય પણ પબ્લીકનું સાંભળતા નથી.તેથી લોકોએ નાછુટકે મુખ્યમંત્રીને રજુઆત કરવી પડે છે.જે શરમજનક બાબત છે.મોરબીમાં હવે કમીશ્નરની નિમણુંક થયેલ છે.તો શું આ અરજીને ધ્યાને લઇને કમીશ્નર ઉપર દર્શાવેલ તમામ કામો કરશે. એવી અમોની આશા અને વિશ્વાસ છે. કેમ કે મોરબીને કમીશ્નર સ્વપ્નીલ ખરે પણ સારા મળેલ છે. અને મોરબી પ્રત્યે કમીશ્નરને ઘણી લાગણી છે.મોરબી સુધારવા માટે અને પ્રજાજનોના વિશ્વાસને ટકાવી રાખવા ઉપરોકત તમામ રોડોના કામો તાત્કાલીક કરવામાં આવે તેવી પ્રજામાંથી પણ માંગ ઉઠી રહી છે.તેમ અહીંના સામાજીક કાર્યકરોએ ઉચ્ચકક્ષા રજૂઆત કરેલ છે.



Latest News