મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ


SHARE











મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ

મોરબીના નાની વાવડી ગામના પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાનું મોટર સાયકલ ચોરી કરવામાં આવ્યું હતું અને તેમણે એચડીએફસી વિમા કંપનીનો વિમો લીધેલ હતી જો કે વીમા કંપનીએ વીમો આપવાની ના પડી હતી જેથી કરીને શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો અને ગ્રાહક અદાલતે ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવીછે કે, નાનીવાવડીના વતની પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તા.૨૪-૯-૨૦૨૨ ના રોજ રાત્રે પોતાના કામ પરથી ઘરે પરત આવેલ અને મોટર સાયકલ પોતાની શેરીમાં મૂક્યું હતું અને રાતના સમયે તેની ચોરી કરવામાં આવી હતી જે બાઈકનો વિમો એચડીએફસીએ રંગો જનરલ ઈન્સ્યુરન્સનો હતો જેથી તેમણે વિમા કંપનીને બાઇક ચોરીની જાણ કરેલ હતી જો કે, વિમા કંપનીએ એવી દલીલ કરેલ કે “વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ હોઈ વિમો મળે નહી”  આ બાબતે તેમણે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લાગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે જણાવેલ હતું કે ફરિયાદીએ વાહન ચોરાયુ ત્યારે તાત્કાલીક જે તે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી જો કે, પોલીસે ફરિયાદ કરવા માટે સાતથી આઠ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું જેમાં ગ્રાહકનો કોઈ દોષ નથી વિમા કંપનની સેવામાં ખામી છે માટે વિમા કંપનીએ ગ્રાહકને ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩ થી ચુકવવા અને ફરિયાદીને ૫૦૦૦ ખર્ચના આપવા તેવો ચુકાદો કર્યો હતો. કોઈપણ ગ્રાહકે પોતાનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવવી અગર તો અરજી આપવી જોઈએ તેવું ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈએ કહ્યું છે.




Latest News