મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબી શહેર-તાલુકા દારૂની બે રેડ: 42 બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા, એકની શોધખોળ
SHARE









મોરબી શહેર-તાલુકા દારૂની બે રેડ: 42 બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા, એકની શોધખોળ
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે તથા ત્રાજપર નજીક મકાનમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કુલ મળીને 42 બોટલ દારૂ કબ્જે કરવામાં આવેલ છે અને બે શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ઓવરબ્રિજ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 18 બોટલો મળી આવતા પોલીસે 11,406 ની કિંમતના દારૂ સાથે આરોપી અશોકભાઈ ખુશાલભાઈ સાપરા (29) રહે. હાલ ધર્મસિદ્ધિ સોસાયટી જાંબુડીયા મોરબી મૂળ રહે. અમરાપર તાલુકો થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે
24 બોટલ દારૂ
મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના ત્રાજપર પટણી માતા મંદિર નજીક રહેતા સંજય સનુરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સંજય ઉર્ફે ડીડો જલારામભાઈ સનુરા (28) રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વનરાજ ઉર્ફે વનાભાઈ ધાંધલ રહે નાની મોલડી ચોટીલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને વનરાજ ધાંધલને પકડવા માટે શરૂ કરી છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા શહેરનાઝબેન રજાકભાઈ રાઉમા (40) નામની મહિલાએ પોતે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા મામદભાઈ હાજીભાઈ કડીવાર (58) નામના વૃદ્ધ ધમલપર જતા હતા ત્યારે લાલપર હાઇવે લિંબાળા રોડ નજીક બાઇક સહિત રસ્તા ઉપર પડી જતા જમણા હાથે કોણી તથા કાંડાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકી સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ કિરીટભાઈ આદ્રોજા નામની વિદ્યાર્થીની સાયકલ લઈને ઘરે જતી હતી ત્યારે રસ્તામાં પડી જવાના કારણે તેને ડાબા હાથમાં ઇજા થયેલ હોવાથી તેને ઇજાગ્રસ્તમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
