હળવદના ચરાડવા ગામે અસમાજિક તત્વએ સરકારી જમીન ઉપર બનાવેલ બે દુકાન તોડી પડાઇ
મોરબીના વીસીપરામાંથી બંદુક (કટો) સાથે એકની ધરપકડ
SHARE









મોરબીના વીસીપરામાંથી બંદુક (કટો) સાથે એકની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી એક શખ્સ દેશી હાથ બનાવટની બંદુક સાથે મળી આવેલ છે જેથી પોલીસે હથિયાર સાથે તેની ધરપકડ કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સર્વેલેન્સ સ્ટફ વીસીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપૂના આશ્રમ પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે જગદિશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ તથા વિપુલભાઇ બાલાસરાને સંયુકત ખાનગીરાહે બાતમી મળી હતી કે, વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ જેને સફેદ પીળો તથા મરૂન કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેની પાસે દેશી હાથ બનાવટનો બંદુક (કટો) છે જેથી ત્યાં જઈને પોલીસે મળેલ બાતમી વાળા શખ્સની પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી (31) રહે. કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી દેશી બનાવટની એક બંદુક (કટો) મળી આવી હતી જેથી પોલીસે 5000 નું હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
