મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામે જમીન ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કરનાર સહિત ત્રણ શખ્સોએ યુવાનને મારમાર્યો


SHARE

















ટંકારાના ગણેશપર ગામે જમીન ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કરનાર સહિત ત્રણ શખ્સોએ યુવાનને મારમાર્યો

ટંકારાના ગણેશપર ગામે રહેતા યુવાનની માલિકીની જમીન ઉપર કબજો કરવાનો પ્રયત્ન કરનારા શખ્સની સાથે છએક મહિના પહેલા બોલાચાલી થયેલ હતી ત્યારબાદ યુવાન વાડીએ બાઈક લઈને જતો હતો તેને રસ્તામાં આંતરિને ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી ઝઘડો કરીને લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા ધર્મેશભાઈ મૂળજીભાઈ ભાગીયા (33)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળવંતભાઈ દેવજીભાઈ દેવડા, ગણેશભાઈ નરસીભાઈ દેવડા અને સંદીપભાઈ બળવંતભાઈ દેવડા રહે. બધા ગણેશપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની કબજા ભોગવટા વાળી જમીન ઉપર બળવંતભાઈને કબજો કરવો હતો જેથી એક મહિના પહેલા બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન બાઈક લઈને વાડીએ જતો હતો દરમિયાન તેને બળવંતભાઈએ આડુ બાઇક રાખીને આંતરીને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લાકડી વડે મુંઢ માર મારીને ગાળો આપી હતી ત્યારબાદ ગણેશભાઈ અને સંદીપભાઈ પાછળથી ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ફરિયાદી યુવાનને મુંઢ માર મારીને ઈજાઓ કરી હતી અને ત્યારે બળવંતભાઈએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ હરિઓમ કોમ્પ્લેક્સમાં બીજા માળે કનૈયા ગેસ્ટ હાઉસ આવેલ છે અને ત્યાં આવતા જતા ગ્રાહકોની ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ગેસ્ટ હાઉસમાં સંચાલક ઠાભાઈ રઘુભાઈ ઝાપડા (38) રહે. જીવાપરા શેરી ટંકારા વાળાની ધરપકડ કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News