મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી રોડ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ: લીલપર રોડે જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં એસપી રોડ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ: લીલપર રોડે જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર ક્રિકેટ સટ્ટાની અને લીલાપર રોડે તીનપત્તિના જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને ત્રણ આરોપીને પકડ્યા છે અને એક આરોપીનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર ગામ પાસે આવેલ એસપી રોડના નાકા પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ક્રિકેટ મેચના રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી 2,000 રૂપિયા રોકડા અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 7000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે નરેશભાઈ સવજીભાઈ વીડજા (57) રહે. એસપી રોડ કસ્તુરી ગ્રીન સોસાયટી બી-2 એપાર્ટમેન્ટ ફ્લેટ નં- 402 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઇમરાનભાઈ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

આવી જ રીતે મોરબીના લીલાપર રોડે આવેલ હોથી પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આશિફભાઈ ગફારભાઈ મોવર (22) રહે. ભવાની સોડા વાળી શેરી મોરબી અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સાઇચા (27) રહે. શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 4,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News