મોરબી: શેરડીના રસ માટેના ચિચોડામાં હાથ આવી જતાં યુવાન સારવારમાં
મોરબીમાં હાથીની અંબાડી બંધારણ મૂકીને આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ
SHARE









મોરબીમાં હાથીની અંબાડી બંધારણ મૂકીને આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ
ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં પહેલી વખત હાથીની અંબાડી બંધારણ મૂકીને ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે આજે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાયા હતા.
મોરબીમાં 14 એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે 9:30 કલાકે શહેરના રેલવે સ્ટેશન પાસેથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને આ વખતે શોભાયાત્રામાં મોરબીના ઇતિહાસમાં પહેલી વખત હાથીની અંબાડી બંધારણ મૂકીને ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ, પરાબજાર, શાકમાર્કેટ ચોક થઈને આ શોભાયાત્રાને મોરબી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ફુલહાર કરીને પૂર્ણ કરવામાં આવી આવી હતી આ શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભૂપતભાઇ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા, શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, મોરબી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, અશોકભાઇ ચાવડા, મનુભાઈ સારેસા, ગૌતમભાઈ સોલંકી, ભાનુબેન નગવાડિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા અને ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. અને ખાસ કરીને શહેરમાં શોભાયાત્રાના રૂટ ઉપર લોકો માટે ઠંડાપીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવેલ છે.
