માળીયા (મી)ના ખાખરેચી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં સારવારમાં
મોરબી: શેરડીના રસ માટેના ચિચોડામાં હાથ આવી જતાં યુવાન સારવારમાં
SHARE









મોરબી: શેરડીના રસ માટેના ચિચોડામાં હાથ આવી જતાં યુવાન સારવારમાં
કચ્છના ભચાઉ ગામે રહેતા યુવાનનો કચ્છના ખારોઈ ગામે શેરડીના રસ માટેના ચિચોડામાં હાથ આવી ગયો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી પ્રમાણે કચ્છના ભચાઉ ગામે લાખાવટ મંદિર પાસે રહેતા નિકુલભાઇ કાનજીભાઈ (૨૦) નો કચ્છના ખારોઈ ગામે શેરડીના ચિચોડામાં કામગીરી દરમિયાન હાથ આવી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
કોલસા કેસમાં એસએમસી દ્વારા એકની ધરપકડ
મોરબી ખાતે એસએમસી દ્વારા કરવામાં આવેલ કોલસા અંગેની રેડમાં આરોપીઓ પકડવાના બાકી છે તે દરમ્યાનમાં એસએમસીના પીઆઇ આર.કે.કરમટા દ્વારા આ કેસમાં સંડવાયેલ રોકી રાજકુમાર ભગરિયા (ઉમર ૪૦) રહે.સુભાષનગર રમતગમત સંકુલ પાસે ગાંધીધામ કચ્છ મૂળ રહે.લુધિયાણાની ધરપકડ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના બગથડા ગામના હરીબેન ત્રિભોવનભાઇ ડગાયા (૮૨) ને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.રંગપર પાસે કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અન્સુતાબાઇ મહેન્દ્રભાઈ નામના ૨૭ વર્ષીય મહિલાને ક્વાર્ટર ખાતે પતિ દ્વારા માર મારવામાં આવતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેમજ સુરેન્દ્રનગરના ખોડુ રોડ ગણેશ ભવન નજીક રહેતા ગણેશભાઈ લક્ષ્મણભાઈ સાકરીયા (૩૭), વરૂણ ગણેશભાઈ સાકરીયા (૧૦) અને કિંજલ ગણેશભાઈ સાકરીયાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેઓને મોરબી-વાંકાનેર હાઇવે રફાળેશ્વર પાસે બાઈક અને છોટાહાથી વચ્ચે થયેલ અકસ્માતમાં ઇજા પહોંચતા દવાખાને સારવારમાં લઈ જવાય હતા.
