મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં મુખ્ય આરોપીની અમદાવાદ એરપોર્ટ ઉપરથી SMC એ કરી ધરપકડ
SHARE









મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં મુખ્ય આરોપીની અમદાવાદ એરપોર્ટ ઉપરથી SMC એ કરી ધરપકડ
મોરબી જીલ્લામાં પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ તાલુક પોલીસ સ્ટેશન ખાતે 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં મુખ્ય આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને અમદાવાદ એરપોર્ટ ખાતેથી આરોપીની એસએમસીની ટીમે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે ગત ડિસેમ્બર માહિનામાં રેડ કરી હતી અને ત્યાર પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ ઉપરથી પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો ત્યાર બાદ એસએમસીના અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમથી અગાઉ 18 આરોપીઓને પકડવામાં આવેલ છે અને આ ગુનામાં મુખ્ય આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી પોલીસે મુખ્ય આરોપી ભગીરથભાઈ ચંદુલાલ હુંબલ રહે. શિવમ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
ઉલેખનીય છેકે, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ એસએમસીના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા 7/12/24 ના રોજ નોંધાયેલ ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને વોન્ટેડ આરોપી ભગીરથભાઈ હુંબલ તેના ભારતીય પાસપોર્ટ નં-U2327123 આધારે યુગાન્ડા ભાગી ગયેલ હોવાની માહિતી આધારે ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફતે લુક આઉટ સકર્યુલર ઈસ્યુ કરાવવામાં આવ્યો હતો
તેવામાં આરોપી યુગાન્ડાથી વાયા યુ.એ.ઈ. થઈ અમદાવાદ એરપોર્ટ ખાતે આવતાની સાથે જ તા 14/4/25 ના રોજ એસએમસીની ટીમે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તેની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી 10 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. અને વધુમાં અધિકારીના કહેવા મુજબ આ ગુનામાં આજ સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરાયેલ છે.
