મોરબીના આમરણ ગામે કામે આવવાની ના પાડતા યુવાન ઉપર લાકડી વડે હુમલો કરનાર એક પકડાયો
ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત
SHARE









ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત
ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે ચાર વર્ષની બાળકીને અડફેટે લીધી હતી જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાની લતીપર ચોકડી પાસે કલ્યાણપર ગામના બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં છાપરામાં રહેતા ભુરાભાઈ રામુભાઈ અનારે જાતે ભીલ (ઉંમર ૨૨) એ મહેન્દ્રા બોલેરો પીકપ સફેદ કલરની ઠાઠા વાળી કાર જેનાં નંબર ખબર નથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૧૧/૧૧ ના રોજ તેઓની ચાર વર્ષની દીકરી પાયલને આ બોલેરો કાર ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોય પાયલનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને કારચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
