મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે કામે આવવાની ના પાડતા યુવાન ઉપર લાકડી વડે હુમલો કરનાર એક પકડાયો


SHARE

















મોરબીના આમરણ ગામે કામે આવવાની ના પાડતા યુવાન ઉપર લાકડી વડે હુમલો કરનાર એક પકડાયો

મોરબીના આમરણ ગામે યુવાને મજૂરીકામે આવવાની ના પાડતા લાકડી વડે હુમલો કરવામાં આવતા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવાયેલ જે પૈકી એકની તાલુકા પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના આમરણ ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઇ મેરૂભાઈ લીંબડ જાતે કોળી નામના ૪૫ વર્ષીય યુવાનને રાજ ડાંગર નામના ઇસમે તેને ત્યાં મજુરીકામે આવવા માટે જણાવ્યું હતું જેની રમેશભાઈ લીંબડે ના પડતાં ઉશ્કેરાઈ જઈને રાજ ડાંગર તથા પરેશ પટેલ નામના બે ઇસમોએ રમેશભાઈ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર બાદ રાજ ડાંગર અને પરેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તપાસ અધીકારી એએસઆઈ એન.જે.ખડીયાએ બે પૈકીના રાજ ઉર્ફે ભયલુ નાગદાન ડાંગર બોરીચા (ઉમર ૨૪) રહે.નવા બેલા (આમરણ) તા.જી.મોરબીની ધરપકડ કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા અરવિંદભાઇ ત્રિકમજીભાઈ કાલરીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધ સાઈકલ લઈને જતા હતા તે દરમિયાન પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા અરવિંદભાઈને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ વિસ્તારમાં રહેતા અરૂણાબેન જગદીશભાઈ પરમાર નામના ૫૦ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકને અચાનક બ્રેક મારવામાં આવતા બાઈક સ્લીપ મારી ગયું હતું જેથી ઇજાગ્રસ્ત અરૂણાબેન પરમારને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી-હળવદ હાઈવે ઉપર આંદરણા ગામ નજીક આવેલ લાભુભાઈ સવજીભાઈની વાડીએ લાલેશ રમેશ ભીલ જાતે આદિવાસી નામના ૨૫ વર્ષીય યુવાનને કામ દરમિયાન ઝેરી જનાવર કરડી જતા લાલેશભાઈ ભીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લાલપર ગામ પાસેના ફેમ સીરામીક નજીક રહીને મજૂરીકામ કરતા સોરલકુમાર શિંદે નામનો ૨૦ વર્ષીય યુવાન શક્તિ ચેમ્બર પાસેથી રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા સોરલકુમાર શીંદેને આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.




Latest News