મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં મુખ્ય આરોપીની અમદાવાદ એરપોર્ટ ઉપરથી SMC એ કરી ધરપકડ
પતિને શંકા હોવાથી દંપતિએ બાળકને ત્યજી દીધું !: ટંકારાના ઘુનડા (સ.) ગામની સીમમાંથી નવજાત મળવા મામલે મોટો ખુલાસો
SHARE







પતિને શંકા હોવાથી દંપતિએ બાળકને ત્યજી દીધું !: ટંકારાના ઘુનડા (સ.) ગામની સીમમાંથી નવજાત મળવા મામલે મોટો ખુલાસો
ટંકારાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ કારખાના પાસે જમીનમાં દાટી દિધેલ હાલતમાં જીવીત બાળક મળી આવ્યુ હતુ જેથી પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને બાળકને ત્યજી દેનાર આરોપીને પકડવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં એલસીબીની ટીમે નવજાત બાળકને ત્યજી દેનાર આરોપી દંપતિની ધરપકડ કરીને ટંકારા પોલીસ હવાલે કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામની સીમ નવા ગામ રોડ ઉપર આવેલ લક્ષદીપ કારખાનાની સામમાં વિડીમાં જમીનમાંથી બાળકને રડવાનો અવાજ આવતો હતો જેથી ત્યાં હાજર રહેલા લોકોએ ખાડો ખોદતા જમીનમાંથી જીવીત બાળક મળી આવેલ હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાર બાદ અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તે આરોપી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા અને તેની ટીમ કામ કરી રહી હતી.
દરમ્યાન એલસીબીના પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા જિજ્ઞાશાબેન કણસાગરા, ચંદુભાઇ કાળુભાઇ કાળોતરા, દશરથસિંહ ગગુભા પરમાર, ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટીમ કામ કરી રહી હતી અને બનાવ સ્થળની વીઝીટ કરી બનાવ વાળી જજ્ગ્યાની આજુબાજુમાંથી સેલ.આઇ.ડી. તથા સી.સી.ટી.વી. ફૂટેઝ લેવામાં આવેલ હતા તેમજ ત્યજી દીધેલ બાળકના શરીરે ગુલાબી કલરના કપડા પહેરાવેલ હતુ તેમા સામુહીક આરોગ્ય કેંદ્ર ભાભર લખેલ હતુ જેથી તે દીશામાં તપાસ કરતા તેમજ ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતેથી હકીકત મળેલ હતી કે, આ ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા તેના પતી બન્ને બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે.
આ બાળકે જેના કુખે જન્મ લીધેલ છે તે સ્ત્રીનુ નામ દક્ષાબેન રમેશભાઇ ઠાકોર અને બાળકના પિતાનું નામ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર રહે. બંન્ને ભાભર જીલ્લો બનાસકાંઠા વાળા હોવાનુ જાણવા મળેલ હતુ અને બન્ને પતિ-પત્ની એ મળી આ પોતાના તાજા જન્મેલ બાળકની ઓળખ છુપાવવા માટે ત્યજી દઇ આ ગુનો કર્યો હતો અને બન્ને પતિ-પત્ની ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રીજ નીચે ઉભેલ હતા ત્યાં જેથી જઇ તપાસ કરતા બંન્ને આરોપીઓ મળી આવ્યા હતા. જેથી તેને પકડીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
વધુમાં એલસીબીની પીએસઆઇ બી.ડી. ભટ્ટ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે બાળક પોતાનું ન હોવાની આરોપી પતિને શંકા હતી જેથી દંપતિએ બાળકને જન્મ આપીને ત્યાજી દેવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ તેઓએ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના વીડી વિસ્તારમાંથી બાળકને ત્યજી દીધું હતું હવે ટંકારા પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે

