મોરબી જિલ્લાના ટંકારા-વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાં ભાજપના નવા પ્રમુખ જાહેર કરાયા
SHARE









મોરબી જિલ્લાના ટંકારા-વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાં ભાજપના નવા પ્રમુખ જાહેર કરાયા
મોરબી જિલ્લાના જુદા જુદા મંડલોમાંથી ટંકારા અને વાંકાનેર તાલુકા તથા વાંકાનેર શહેરના પ્રમુખની વરણી અગાઉ કરવામાં આવી ન હતી જોકે, ગુજરાત પ્રદેશમાંથી હવે બંને તાલુકા અને શહેર માટે થઈને પ્રમુખની વરણી કરવામાં આવી છે જેના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં આવતા કુલ નવ મંડલો પૈકી છ મંડલોના પ્રમુખની ભાજપ દ્વારા અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી જો કે, ત્યારે ટંકારા તાલુકો, વાંકાનેર તાલુકો અને વાંકાનેર શહેરના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા જેથી જે તે સમયે મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય મંડલના પ્રમુખ જાહેર કરવામાં આવશે તેવું ચર્ચા રહ્યું હતું દરમિયાન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટિયાની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત ટંકારા તાલુકાના પ્રમુખ પદે દિનેશભાઈ ગોવિંદભાઈ ગડારા, વાંકાનેર તાલુકાના પ્રમુખ પદે ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પદે દીપકભાઈ શામજીભાઈ પટેલની વરણી કરવામાં આવેલ છે જેને સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ છે
