મોરબીમાં જલારામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી 59 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો ઇન્સ્ટગ્રામથી મોરબીમાં રહેતી સગીરાના સંપર્કમાં આવેલ શખ્સે આચર્યું દુષ્કર્મ: 3 સામે ફરિયાદ મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ


SHARE









હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ

હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા તાજેતરમાં મોરબી કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકસિત ભારત 2025: પ્રગતિશીલ ભારત માટે બહુવિધઅનુશાસનીય સંશોધન વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સલર કાંતિગુરુ શ્યામજી, કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ડૉ. મોહનભાઈ પટેલ, ડૉ. ટી.એસ જોશી જે વાઈસ ચાન્સલર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, ડૉ. નિદતભાઈ બારોટ જે પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ  હાજર રહ્યા હતા. અને શિક્ષણમાં સંશોધનની ઉપયોગીયા વિશે માહિતગાર કર્યા હતા

તેમજ રિસર્ચની માહિતી તથા સંશોધન તરીકે માર્ગદર્શન આપવા વક્તા તરીકે ડૉ. રાકેશભાઈ પટેલ પ્રોફેસર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તથા ડૉ. એમ. એસ. મોલિયા પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તથા ડૉ. હિરેન મહેતાએ વિકસિત ભારતમાં સંશોધનની ભૂમિકા વિશે સંશોધનકર્તાને માર્ગદર્શન પૂરું પાડયું હતું તથા આ રિસર્ચ કોન્ફરન્સમાં 110 રિસર્ચકર્તા એટલે કે સંશોધનકારો હાજર રહ્યા હતા અને તેમને કરેલ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. તમામ રીસર્ચ પેપર રીસર્ચ મેટ્રિક જર્નલ જે " PEER REVIEWED & REFEREED " માં રજુ કર્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં ઉચ્ચશિક્ષણ માં થયેલા ફેરફારો અને આ ફેરફારોની વિકસીત ભારતમાં ભૂમિકા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન હળવદ તક્ષશિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અલ્પેશ સિણોજીયાએ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તક્ષશિલા સંકુલમાં ફરજ બજાવતા પટેલ પાર્થભાઈ, પ્રજાપતિ આશિષભાઈ તથા નિલેશભાઈ પટેલ અને રાજેશ ગોસરા એ યોગદાન આપેલ હતું તથા કાર્યક્રમની આભારવિધિ તક્ષશિલા સંકુલના સંચાલક રોહિતભાઈ સિણોજીયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News