હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ
મોરબીમાં ઘર પાસે ગાડી મૂકવાની ના પાડતાં હોકી બતાવીને વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
SHARE









મોરબીમાં ઘર પાસે ગાડી મૂકવાની ના પાડતાં હોકી બતાવીને વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી..!
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્નવર્લ્ડની પાછળના ભાગમાં તુલસી પાર્કમાં રહેતા વૃદ્ધે તેઓના ઘર પાસે ગાડી મૂકવાની એક શખ્સને ના પડી હતી જે બાબતો ખાર રાખીને સામે વાળો શખ્સ હોકી લઈને વૃદ્ધ પાસે આવ્યો હતો અને જેમ ફાવે તેમ વૃદ્ધને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્નવર્લ્ડની પાછળના ભાગમાં તુલસી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઈ પનારા (70)એ હાલમાં અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઇ જીલરીયા રહે. બાયપાસ પાર્ક પાપાજી ફર્નવર્લ્ડની પાછળ સનાળા બાયપાસ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાના ઘર પાસે ગાડી રાખવાની આરોપીને ના પાડેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપી હોકી લઈને ફરિયાદી પાસે આવેલ હતો અને ત્યાં ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલા સારવારમાં
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રહેવાસી મધુબેન રણછોડભાઈ (32) નામની મહિલા તેના ભાઈ સાથે બાઈકમાં બેસીને માળિયા (મી) તાલુકાના હરીપર ગામ પાસે રાજવી સોલ્ટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.
