મોરબી Edu-Bliss career institute નો વિદ્યાર્થી JEE-Main/Advance મા જીલ્લા પ્રથમ
મોરબી અને ટંકારા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE









મોરબી અને ટંકારા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી જિલ્લાના ટંકારા અને મોરબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચારેક માસથી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ દ્વારા ઓકડી લેવામાં આવેલ છે અને તેઓને સ્થાનિક પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એનબી.ડાભી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે, ટંકારાના ૨૦૨૧ માં દારૂનો કેસ નોંધાયો હતો જે ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસ્તો ફરતો આરોપી લેખરાજસીંગ મદનસીંગ ચૌહાણ રાવત ઉ.૩૧ રહે. મુળ મસીનીયા ગામ (રાજસ્થાન) હાલ રહે. બ્યાવર, ઉદયપુરરોડ ચુંગીનાકા તાબ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે તેવી જ રીતે મોરબી સીટી એ ડીવીજનમાં ૨૦૨૧માં દારૂનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી નરેનદ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા જાતે દરબાર ઉ.૨૧ રહે. હાલ રાપર અયોધ્યાપુરી સોસાયટી માલી સમાજની વાડીની બાજુમાં રાપર વાળાની ધરપકડ કરવામાં આવી છે
