મોરબી અને ટંકારા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક દર્દીઓ માટે ૧૫ બોટલ રકત એકત્રિત કરાયું
SHARE









મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક દર્દીઓ માટે ૧૫ બોટલ રકત એકત્રિત કરાયું
મોરબીમાં ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા રાત હોય કે દિવસ ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. જેમકે આપણે જાણીએ છીએ કે કોરોના પર રોક લગાવવા માટે થયને અત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન પર ખૂબ જોર દેવામાં આવી રહ્યું છે પરંતુ વેક્સિન લિધા બાદ લોકો 15 દિવસ સુધી રક્તદાન કરી શકતા ના હોવાને કારણે બ્લડ બેંકમા ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીવાર માટે જે તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપ હંમેશા આવા કપરા સમયમાં તેમના સાથે ખડેપગે રહે છે.ગઇકાલે મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે A+ તથા B+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી. જેની ડો. કપિલભાઈ બાવરવા દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે માટે થયને યુવા આર્મી ગ્રુપ ના A+ તથા B+ બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે ૧૫ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. જે માટે થયને હોસ્પિટલ પ્રશાસન તથા દર્દીના પરીવારજનોએ યુવા આર્મી ગ્રુપ મોરબીને આશિર્વાદ તથા આભાર વ્યક્ત કર્યો હતો. અને બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે યુવા આર્મી ગ્રુપ મા જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા માટે ગ્રુપના પિયુષભાઈ બોપલિયાએ જણાવ્યુ છે
