મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી
SHARE








મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્રારા તા.૮-૪-૨૫ થી ૧૪-૪-૨૫ સુધી કમિશનરના આદેશ અન્વયે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો પૈકી ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફને તથા સ્કૂલો પૈકી ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ, પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી સમજુતી આપવામાં આવી હતી.વધુમાં મોરબી જીલ્લામાં ૧૧ આગના બનાવ બનેલ જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવેલ તેમજ તા.૧૪-૪ સોમવારના રોજ નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિતે મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેનાનનો મુખ્ય ઉદેશ્ય મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, સ્કુલ તથા કોલેજો, હોટલોમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે છે. શહેરમાં કોઈ દુર્ઘટના કે બનાવ બને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ શાખાના ફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અથવા ૧૦૧ ઉપર સંપર્ક કરવા ડેપ્યુટી કમિશનર દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

